Thursday, 1 December 2011

જીવનની સુંદરતાને ટીપી નાખતી ટિપ્સ...!

આપણે ત્યાં છાપું વાંચીએ એટલે ફેસબુકના હોબીના ખાનામાં ‘વાંચન’ એવું લખી શકાય. માહોલ એવો કે જો ઘરમાં બે-ત્રણ ચોપડીઓ પડી હોય તો આગંતુક પણ અહોભાવથી જોવા માંડે! યુ આર સ્કોલર! પણ છાપાં-સામિયકોમાં આંખોને ઝીણી-ઝીણી કરી સૌથી વધુ શું વાંચવામાં આવે છે? એ છે ટિપ્સ! આરોગ્ય, ડેટિંગ, રિલેશનશિપ, બેડરૂમ લાઇફ, બોર્ડરૂમ બિહવિયરથી માંડી વેલ્થ અંગેની રંગબેરંગી અને વિરોધી ટિપ્સ ટપકતી રહેતી હોય છે. મૂળમાં પડી છે વધુ સારું પરફોર્મ કરવાની માણસની ખેવના. એટલે ટિપ્સનો ધોધ પણ અવિરત વહ્યા જ કરે છે.

ટિપ્સનો સ્પેકટ્રમ ખાસ્સો વાઇડ. જનરેશનની જનરેશનને સમાવી લે એવડૉ. સાધુ-સંતોથી સેક્સોલોજિસ્ટો સુધીનો. પાવરફુલ ટિપ્સ લખવાની ટિપ્સ એ છે કે દરેક વાંચનારને એવું લાગવું જ જોઇએ કે આ મારા માટે જ લખાયું છે! બાય ધ વે, લખવું એ પણ એક પ્રકારની ‘ટિપ’ છે?! થિંક!અને વ્યક્તિ જેમ વધુ શિક્ષિત અને સેટલ્ડ એમ ટિપ્સના પ્રકારો બદલાયા કરે. વાસણને કેવી રીતે ચમકાવવા એમાંથી વાસ્તુ તરફ. અને ટિપ્સ લખવામાં અને વાંચવામાં ગુજરાતી માનસને પાછળ પાડી દે એવું અંગ્રેજી છાપાંમાં જોવા મળે છે.

આ એવી દોડ છે જ્યાં અંગ્રેજી માણુસ આપણાથી ખરેખર આગળ છે. પાનાંનાં પાનાં ભરીને ડેટિંગમાં શું કરવું, શું ન કરવું, જમણા હાથની ત્રીજી આંગળી ક્યાં મૂકવી, ડિનર એટિકેટથી લઇ નેટ-ચેટ અંગેની ટિપ્સની ભરમાર હોય છે. માર્કેટમાં ટિપ્સ ચાલે છે કેમ? સિમ્પલ. સીધીબાત. રેડી ટુ યુઝ રેસિપિઝ. ડુ એન્ડ ડોન્ટ ડુનું લિસ્ટ જ પકડાવી દેવાય. જો ડેટિંગ કોઇ ચિંતાધારી ચિંતકને લખવાનું કહેવાય અને જો એની કલમ-ભાષા ગુજરાતી હોય તો શક્ય છે કે એ કૃષ્ણ-રાધાથી વાત શરૂ કરે અને ડેટિંગને બદલે એવો ગુજરાતી શબ્દ વાપરે કે આપણને થાય: કૃષ્ણ-રાધા તો કોઇ ભારેખમ કામ કરતા હશે! ટિપ્સ કોમર્શિયલ હિંદી ફિલ્મો જેવી છે.

સમસ્યાને ચપટી વગાડી સુલઝાવી દે. એક અંગ્રેજી છાપામાં એક લેખનું ટાઇટલ હતું. ‘એવી દસ વાતો કે જે છોકરી/સ્ત્રીને સાંભળવી નથી ગમતી.’ સો રેડી? ફર્સ્ટ જો તમે આવું કહ્યું કે તું પેલા ડ્રેસમાં જરીક ચબ્બી એટલે કે જાડી લાગતી હતી, તો ટિપકાર કહે છે કે તમારું અને તમારા સંબંધનું આવી બન્યું. વાતનો સાર એ છે કે એવી કમેન્ટ કરવી નહીં. અને જો ફોર્સ પડાય કે હું કેવી લાગું છું તો ગુડી ગુડી વાતો કરવી. ચિટ, ચેટ એન્ડ ચિટિંગ. બીજી ટિપ તો એથી પણ અદભૂત છે.

છોકરીની મમ્મી લાખ સુંદર અને જુવાન દેખાતી હોય તો પણ અભિવ્યક્તિને દબાવી રાખવાની અને એવું નહીં ભસવાનું કે તમે બંને બહેનો દેખાવ છો. એ ચિકન હાટેંડને ખોટું લાગી જાય. ફ્રોઇડના ઇડપિસ કોમ્પ્લેકસથી રિવર્સ કોમ્પ્લેકસને કારણે એવું પણ સાંભળવું પડે. જા, તો મારી મા પાસે! મોરલ છોકરીને ખોટું ના લાગે એવું બોલતા શીખવા માંડવાનું. કારણ કે સંબંધનો આધાર ‘ખોટું ન લાગે’ એની ઉપર તો રચવાનો છે!

મિત્રો સાથે મજા આવતી હોય તો પણ ત્રીજી ટિપ પ્રમાણે છોકરી/સ્ત્રીને એવું નહીં કહેવાનું કે ‘મને મારા મિત્રો સાથે મજા આવે છે’ કેમ કે સ્ત્રીને એ કલ્પના પણ અસહ્ય છે કે એના પુરુષને એની સાથે કરતાં બીજે વધારે મજા આવી શકે. ભ્રમનું વિશ્વ ઊભું કરવાનું, કેમ કે એ જ તો ખરું રહેઠાણ છે સાંવરિયા તમારા સહજીવનનું.

તમને ક્રિકેટની મેચ જોવામાં રસ હોય તો પણ સ્ત્રીને એવું કહેવું નહીં, કારણ કે એ એવું માને છે કે મારા કરતાં બીજી અગત્યની ‘ગેમ’ કોઇ હોઇ શકે જ નહીં. સ્ટ્રીમ ઓફ કોન્સિયસનેસ એટલે કે અર્ધ-ચેતનના લેવલે કોઇ સુંદર પરફ્યુમની સુવાસ લેવાથી ભૂતપૂર્વ ફ્રેન્ડ યાદ આવી જાય તો પણ પેલી છોકરીને એવું કહેવાનું નહીં. કદાચ છોકરીને લાગી શકે કે તમે એનામાં પેલીને શોધી રહ્યા છો. આવું યાદ આવે તો શું કરવું એની કોઇ ટિપ્સ અવેલેબલ નથી, પણ વોશરૂમમાં જઇ ચહેરાને ધોઇ નાખી શકાય. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ: તમારી મમ્મીના હાથની અદભૂત રસોઇના વખાણ છોકરી સમક્ષ કરવા નહીં.

કમ ઓન એન્ડ ગ્રો અપ! શક્ય છે છોકરી તમને ગ્રાઇપ-વોટરની બાટલી પકડાવી ચાલતી પકડશે. એક ટિપ તો એવી છે કે છોકરી ટાપટીપ પાછળ લખલુટ ખર્ચ કરતી હોય તો પણ એને એ અંગે રોકવી-ટોકવી નહીં. યુ સી, એને ખોટું લાગી શકે છે અને ‘ખોટું લાગે એવું કશું કરવાની સખત મનાઇ છે!’ એક વાત તો એવી પણ છે કે છોકરીનાં બધા મિત્રો ન ગમતા હોય તો પણ ‘લવ મી, લવ માય ડોગ્ઝ’ એ હિસાબે બધાને ગમાડવાના અને એમની હાજરીમાં પૂંછડી પટપટાવવાની. અને હા, એની કોઇ બહેનપણીને ‘હોટ’ તો કહેવી જ નહીં.

તમારો સંબંધ ઠંડો પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. છેલ્લી વાત, ક્યારેક કચકચથી કંટાળી જાવ તો પણ એવા ઘાંટા નહીં પાડવાના કે ‘આઇ નીડ સ્પેસ!’ સ્પેસ જોઇતી હોય તો સ્પેસમાં જવાનું (પોષાતું હોય તો), નહીં તો જે પેસમાં ગાડી ચાલતી હોય એમ ચાલવા દેવી. જીવનની સુંદરતાને ટીપી નાખવી હોય તો આવી ટિપ્સ તરફ ધ્યાન આપવું. આ પણ એક ટિપ છે જે હું તમને આપી રહ્યો છું

આફત જાપાનની અને બોધપાઠ આપણો

આટલી આફતો છતાં જાપાની પ્રજા શાંતિ, સંયમ અને મક્કમતાથી સાથે મળીને તેનો સામનો કરી રહી છે. આપણા સમાજે જાપાનીઓ પાસેથી આ શિસ્ત શીખવા જેવું છે.

ભારત સરકારે પોતાના તમામ અણુ મથકોની સજ્જતા અને સલામતી નવેસરથી ચકાસવા માટે નિષ્ણાતોની સમિતિ નીમી દીધી છે. રેડિએશનનું પ્રમાણ વધે તો જાપાનની આજની જ નહીં પણ આવતી બે-ત્રણ પેઢી સુધી તેનો ત્રાસ ભોગવવો પડશે.

કામ કરો, આફત સામે ઊભા રહો અને શિસ્ત જાળવો. તે જાપાની સમાજનો જીવનમંત્ર આપણે અપનાવવા જેવો છે. વ્યક્તિની અને સમાજની પરીક્ષા તો આફત વખતે જ કરી શકાય છે. રાબેતા મુજબના જીવતરમાં તો સહુ પોતાનો દેખાવ સાચવી શકે છે. જીવલેણ આફત વખતે જ આપણો અસલી ચહેરો બહાર આવે છે.

જીવનની સુંદરતાને ટીપી નાખતી ટિપ્સ...!

આપણે ત્યાં છાપું વાંચીએ એટલે ફેસબુકના હોબીના ખાનામાં ‘વાંચન’ એવું લખી શકાય. માહોલ એવો કે જો ઘરમાં બે-ત્રણ ચોપડીઓ પડી હોય તો આગંતુક પણ અહોભાવથી જોવા માંડે! યુ આર સ્કોલર! પણ છાપાં-સામિયકોમાં આંખોને ઝીણી-ઝીણી કરી સૌથી વધુ શું વાંચવામાં આવે છે? એ છે ટિપ્સ! આરોગ્ય, ડેટિંગ, રિલેશનશિપ, બેડરૂમ લાઇફ, બોર્ડરૂમ બિહવિયરથી માંડી વેલ્થ અંગેની રંગબેરંગી અને વિરોધી ટિપ્સ ટપકતી રહેતી હોય છે. મૂળમાં પડી છે વધુ સારું પરફોર્મ કરવાની માણસની ખેવના. એટલે ટિપ્સનો ધોધ પણ અવિરત વહ્યા જ કરે છે.

ટિપ્સનો સ્પેકટ્રમ ખાસ્સો વાઇડ. જનરેશનની જનરેશનને સમાવી લે એવડૉ. સાધુ-સંતોથી સેક્સોલોજિસ્ટો સુધીનો. પાવરફુલ ટિપ્સ લખવાની ટિપ્સ એ છે કે દરેક વાંચનારને એવું લાગવું જ જોઇએ કે આ મારા માટે જ લખાયું છે! બાય ધ વે, લખવું એ પણ એક પ્રકારની ‘ટિપ’ છે?! થિંક!અને વ્યક્તિ જેમ વધુ શિક્ષિત અને સેટલ્ડ એમ ટિપ્સના પ્રકારો બદલાયા કરે. વાસણને કેવી રીતે ચમકાવવા એમાંથી વાસ્તુ તરફ. અને ટિપ્સ લખવામાં અને વાંચવામાં ગુજરાતી માનસને પાછળ પાડી દે એવું અંગ્રેજી છાપાંમાં જોવા મળે છે.

આ એવી દોડ છે જ્યાં અંગ્રેજી માણુસ આપણાથી ખરેખર આગળ છે. પાનાંનાં પાનાં ભરીને ડેટિંગમાં શું કરવું, શું ન કરવું, જમણા હાથની ત્રીજી આંગળી ક્યાં મૂકવી, ડિનર એટિકેટથી લઇ નેટ-ચેટ અંગેની ટિપ્સની ભરમાર હોય છે. માર્કેટમાં ટિપ્સ ચાલે છે કેમ? સિમ્પલ. સીધીબાત. રેડી ટુ યુઝ રેસિપિઝ. ડુ એન્ડ ડોન્ટ ડુનું લિસ્ટ જ પકડાવી દેવાય. જો ડેટિંગ કોઇ ચિંતાધારી ચિંતકને લખવાનું કહેવાય અને જો એની કલમ-ભાષા ગુજરાતી હોય તો શક્ય છે કે એ કૃષ્ણ-રાધાથી વાત શરૂ કરે અને ડેટિંગને બદલે એવો ગુજરાતી શબ્દ વાપરે કે આપણને થાય: કૃષ્ણ-રાધા તો કોઇ ભારેખમ કામ કરતા હશે! ટિપ્સ કોમર્શિયલ હિંદી ફિલ્મો જેવી છે.

સમસ્યાને ચપટી વગાડી સુલઝાવી દે. એક અંગ્રેજી છાપામાં એક લેખનું ટાઇટલ હતું. ‘એવી દસ વાતો કે જે છોકરી/સ્ત્રીને સાંભળવી નથી ગમતી.’ સો રેડી? ફર્સ્ટ જો તમે આવું કહ્યું કે તું પેલા ડ્રેસમાં જરીક ચબ્બી એટલે કે જાડી લાગતી હતી, તો ટિપકાર કહે છે કે તમારું અને તમારા સંબંધનું આવી બન્યું. વાતનો સાર એ છે કે એવી કમેન્ટ કરવી નહીં. અને જો ફોર્સ પડાય કે હું કેવી લાગું છું તો ગુડી ગુડી વાતો કરવી. ચિટ, ચેટ એન્ડ ચિટિંગ. બીજી ટિપ તો એથી પણ અદભૂત છે.

છોકરીની મમ્મી લાખ સુંદર અને જુવાન દેખાતી હોય તો પણ અભિવ્યક્તિને દબાવી રાખવાની અને એવું નહીં ભસવાનું કે તમે બંને બહેનો દેખાવ છો. એ ચિકન હાટેંડને ખોટું લાગી જાય. ફ્રોઇડના ઇડપિસ કોમ્પ્લેકસથી રિવર્સ કોમ્પ્લેકસને કારણે એવું પણ સાંભળવું પડે. જા, તો મારી મા પાસે! મોરલ છોકરીને ખોટું ના લાગે એવું બોલતા શીખવા માંડવાનું. કારણ કે સંબંધનો આધાર ‘ખોટું ન લાગે’ એની ઉપર તો રચવાનો છે!

મિત્રો સાથે મજા આવતી હોય તો પણ ત્રીજી ટિપ પ્રમાણે છોકરી/સ્ત્રીને એવું નહીં કહેવાનું કે ‘મને મારા મિત્રો સાથે મજા આવે છે’ કેમ કે સ્ત્રીને એ કલ્પના પણ અસહ્ય છે કે એના પુરુષને એની સાથે કરતાં બીજે વધારે મજા આવી શકે. ભ્રમનું વિશ્વ ઊભું કરવાનું, કેમ કે એ જ તો ખરું રહેઠાણ છે સાંવરિયા તમારા સહજીવનનું.

તમને ક્રિકેટની મેચ જોવામાં રસ હોય તો પણ સ્ત્રીને એવું કહેવું નહીં, કારણ કે એ એવું માને છે કે મારા કરતાં બીજી અગત્યની ‘ગેમ’ કોઇ હોઇ શકે જ નહીં. સ્ટ્રીમ ઓફ કોન્સિયસનેસ એટલે કે અર્ધ-ચેતનના લેવલે કોઇ સુંદર પરફ્યુમની સુવાસ લેવાથી ભૂતપૂર્વ ફ્રેન્ડ યાદ આવી જાય તો પણ પેલી છોકરીને એવું કહેવાનું નહીં. કદાચ છોકરીને લાગી શકે કે તમે એનામાં પેલીને શોધી રહ્યા છો. આવું યાદ આવે તો શું કરવું એની કોઇ ટિપ્સ અવેલેબલ નથી, પણ વોશરૂમમાં જઇ ચહેરાને ધોઇ નાખી શકાય. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ: તમારી મમ્મીના હાથની અદભૂત રસોઇના વખાણ છોકરી સમક્ષ કરવા નહીં.

કમ ઓન એન્ડ ગ્રો અપ! શક્ય છે છોકરી તમને ગ્રાઇપ-વોટરની બાટલી પકડાવી ચાલતી પકડશે. એક ટિપ તો એવી છે કે છોકરી ટાપટીપ પાછળ લખલુટ ખર્ચ કરતી હોય તો પણ એને એ અંગે રોકવી-ટોકવી નહીં. યુ સી, એને ખોટું લાગી શકે છે અને ‘ખોટું લાગે એવું કશું કરવાની સખત મનાઇ છે!’ એક વાત તો એવી પણ છે કે છોકરીનાં બધા મિત્રો ન ગમતા હોય તો પણ ‘લવ મી, લવ માય ડોગ્ઝ’ એ હિસાબે બધાને ગમાડવાના અને એમની હાજરીમાં પૂંછડી પટપટાવવાની. અને હા, એની કોઇ બહેનપણીને ‘હોટ’ તો કહેવી જ નહીં.

તમારો સંબંધ ઠંડો પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. છેલ્લી વાત, ક્યારેક કચકચથી કંટાળી જાવ તો પણ એવા ઘાંટા નહીં પાડવાના કે ‘આઇ નીડ સ્પેસ!’ સ્પેસ જોઇતી હોય તો સ્પેસમાં જવાનું (પોષાતું હોય તો), નહીં તો જે પેસમાં ગાડી ચાલતી હોય એમ ચાલવા દેવી. જીવનની સુંદરતાને ટીપી નાખવી હોય તો આવી ટિપ્સ તરફ ધ્યાન આપવું. આ પણ એક ટિપ છે જે હું તમને આપી રહ્યો છું

જેમાં સહજતા નથી, તે દંભ છે

સતી ન હોય તેવી સ્ત્રી વધારે લજજા બતાવતી હોય છે, જે પાણી ખારું હોય છે તે વધારે શીતળ હોય છે, જે વધુ પડતો વિવેક બતાવતો હોય છે તે દંભી હોય છે અને જે વધુ પડતું મીઠું બોલતો હોય છે તે ધૂર્ત હોય છે.

કોઇ બાબતમાં અતિરેક જોવા મળે- અનુભવાય ત્યારે એની વિશ્વસનીયતા અંગે શંકા જાગે. એમાં કેટલી સચ્ચાઇ હશે તે સવાલ પણ થાય. જેમાં સહજતા નથી તે દંભ છે. જેવા હોઇએ તેવા દેખાવું, તે રીતે વ્યક્ત થવું એમાં પ્રામાણિકતા છે, સહજતા છે. પોતે ન હોઇએ તેવા દેખાવા મથામણ કરવી તે દંભ છે. સહજતા પ્રાકૃતિક હોય છે. એના માટે કશા પ્રયત્ન કરવા પડતા નથી. એમાં નીતયાઁ નીર જેવી પારદર્શકતા હોય છે. સહજતા કુદરતી છે. એમાં મનુષ્યત્વનો રંગ અને સુગંધ હોય છે. સહજ ન દેખાવું તે અપ્રાકૃતિક છે. કાગળનાં ફૂલ જેવું. કાગળનાં ફૂલોને બનાવટી રંગ હોય છે અને સુગંધ તો બિલકુલ હોતી નથી. એને વૃક્ષનો પરિચય નથી હોતો. વૃક્ષો ફૂલોનાં જનક હોય છે ને જે જનક છે તે ઈશ્વર છે.

દંભને ઈશ્વર સાથે સંબંધ નથી. પ્લાસ્ટર ઊખડી ગયેલી દિવાલને રંગરોગાન કરવાથી એની જીર્ણ હાલતને છુપાવી શકાતી નથી અથવા સૌંદર્ય પ્રસાધનોથી ચહેરાની કુરૂપતા છાની રહેતી નથી. વધુ પડતી લજજાશીલ હોવાનો ડોળ કરતી ચારિત્રયહીન સ્ત્રી પોતાની ઉણપ ઢાંકી શકતી નથી.

કેટલાક માણસો ગમે ત્યારે, ગમે તેની સામે હાથ જોડી નમ્રતા દેખાડવાના દેખાવ કરતા હોય છે. હાથ જોડવા-ઝૂકી જવું એની સાથે પ્રેમ અને આદર જોડાયેલા હોય છે, જે યંત્રવત્ હાથ જોડવામાં કે ઝૂકી જવામાં ક્યાંય દેખાતા નથી. કાગળનાં ફૂલ જેવા એમના વિવેકમાં મનુષ્યત્વની સુવાસ પ્રગટી શકતી નથી.

કોઇકે કહ્યું છે, ‘નમન નમન મે ફેર હૈ બહોઅ નમે દામન’. નમવાની-હાથ જોડવાની ક્રિયામાં સમર્પણ હોય. તેનો અભાવ માણસ વારંવાર નમન કરતો ફરે છે એમાં દેખાઇ આવે છે. આ પ્રકારના દંભી માણસો દેવસ્થાનમાં પણ સાચા હૃદયથી ન જઇ શકે. ત્યાં પણ એમને અહંકાર નડે છે. એ પોતાની જાતને છેતરે છે. બેઇલીનું એક સરળ અવતરણ છે, ‘The First and the Worst of all frauds to cheat oneself. All sins are easy after that ’ (પોતાની જાતને છેતરવી એ કોઇ પણ પ્રકારના પ્રપંચમાં સૌથી ખરાબ અને પહેલા નંબરનો પ્રપંચ છે. એનાથી મોટું કોઇ પાપ નથી.)

ધૂર્ત અને શઠ અન્યને છેતરવાના પ્રયાસમાં નમ્ર હોવાનું મહોરું પહેરી એ પોતે પોતાની જાતને સૌથી વિશેષ છેતરે છે. પોતાની જાતને છેતરવી એટલે પોતાના આત્માને છેતરવો. આત્માને છેતરવો એટલે પરમાત્માને પણ છેતરવો. આત્મા સો પરમાત્મા. જે પોતાની જાતને છેતરે છે તે પોતાનામાં પણ શ્રદ્ધા ધરાવતો નથી ને જેને પોતાનામાં શ્રદ્ધા નથી - વિશ્વાસ નથી એને આત્મા સાથે- ઈશ્વર સાથે શું સંબંધ? એ સૌથી મોટો નાિસ્તક છે.

હાથ જોડાય કે ન જોડાય, માથું ઝૂકે કે ન ઝૂકે, તો પણ માણસ નમ્રતા પ્રગટ કરી શકે છે, સાચા હૃદયથી. મૌન રહીને પણ એ આદર અને પ્રેમ પ્રગટ કરી શકે છે. ચોખ્ખું હૃદય માણસના ચહેરાનું બિંબ આત્માના સરોવરમાં ડહોળાઇ જવા દેતું નથી. હૃદયની નિર્મળતા સત્યની ધાર તીક્ષ્ણ બનાવે છે. માણસમાં દંભ પ્રગટવાની શક્યતાઓને ભૂંસી નાખે છે. માણસને સો ટચના શુદ્ધ સોના જેવો બનાવે છે અને સોનાને કદી કાટ લાગતો નથી

જીવન પર કાબૂ મેળવો

ટેંક કંટ્રોલ ઓફ યોર લાઇફ’ શીર્ષક છે. ડૉ.. રીચર્ડ શૂપના પુસ્તકનું. એમ તો દરેક વ્યક્તિ પોતાની રીતે જીવે છે પણ બહુ ઓછા એવા હોય છે જે જીવનની ગતિ પર કાબૂ મેળવી શકે. નસીબની પકડમાંથી મુક્ત થતા જીવનને આકાર આપવાની યોજના કેમ ઘડવી તે આ પુસ્તકનો હેતુ છે.ઘટનાઓ પર ભલે આપણો કંટ્રોલ ન હોય પણ આપણી પ્રતિક્રિયા પર જરૂર કાબૂ રાખી શકાય છે. નસીબ અને કર્મ વિરોધાભાસી શબ્દો છે. એક નિષ્ક્રિયતા અને બીજો પ્રવૃત્તિ દર્શાવે છે. જો બધું જ પૂર્વ નિશ્વિત હોય અને જો તેની સચોટ આગાહી કરી શકાય તો જીવન કેટલું નીરસ બની જાય! ઉતાર-ચડાવ જીવનની વાસ્તવિકતા છે. નિષ્ફળતા હંમેશાં ખરાબ હોય તે જરૂરી નથી, ક્યારેક એમાં સફળતાનાં બીજ હોય છે.

જેને તમે બદનસીબી માનતા હો તેવી ભૂતકાળની ઘટનાઓનું તટસ્થતાથી વિશ્લેષણ કરશો તો આ સત્ય સમજાશે. મધ્યયુગના યુરોપમાં નસીબનું ચક્ર ‘વ્હીલ ઓફ ફોચ્યુંન’ કહેવાયું અને આપણી ખામીઓને છુપાવવા નસીબ પર દોષારોપણ થવા લાગ્યું. નસીબ પર સંપૂર્ણ આધાર રાખનાર વહેમી બની જતાં હોય છે. એક વાત યાદ રાખવી જરૂરી છે કે કર્મ વિના સારું નસીબ પણ નકામું છે.

જે ક્ષેત્રમાં પ્રગતિ કરવા માગો છો તે ક્ષેત્રનું પૂરેપૂરું જ્ઞાન મેળવવું જરૂરી છે. જ્ઞાનથી નવી તકો ઊભી થાય છે અને નસીબ ખૂલે છે. જો વિષયનું જ્ઞાન હશે તો કામમાં સહજતા આવશે. સર્જન કરતો કલાકાર કે ઉચ્ચ કક્ષાનો રમતવીર જ્યારે શ્રેષ્ઠતાનાં શિખર પર હોય છે ત્યારે એના પ્રયાસમાં આવી સહજતા જોવા મળે છે. આ સિદ્ધાંત જોબ કે વ્યવસાયના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. નિર્ણયો વિનાનું જીવન સ્થગિત થઇ જાય છે. સાચા નિર્ણય માટે પણ જ્ઞાન કે માહિતી જરૂરી છે.

આપત્તિના સમયે આપણે ઝડપી નિર્ણય લઇ શકીએ છીએ પણ સામાન્ય સમયમાં નિર્ણય લેતા અચકાઇએ છીએ. તે સમયે નિષ્ફળતા અને બીજાઓના વિચારોના ભયથી આપણે નિર્ણય લેવાનું ટાળતા રહીએ છીએ. એ યાદ રાખો કે તમારા નિર્ણયોની સ્વીકૃતિ તમારે પોતે જ આપવાની છે. માટે તમને જે યોગ્ય લાગે તે કરવાનો આગ્રહ રાખો. ભૂતકાળને ભૂલી જઇ ભવિષ્યમાં જે કરવા માગો છો તેને લગતા નિર્ણયોની સૂચિ બનાવી તેનો અમલ કરો.

આપણી ઇચ્છાપૂર્તિમાં સૌથી મોટો અવરોધ આપણે પોતે જ બનતા હોઇએ છીએ. આપણે પોતે જ પ્રગતિની સીમાઓ નક્કી કરી લેતા હોઇએ છીએ. સારી અને ખરાબ બંને ઘટનાઓમાંથી કંઇક શીખો અને હતાશ થયા વિના કર્મ કરતા રહો. તમારા જીવનનું નેતૃત્વ બીજાઓના હાથમાં ન મૂકો.‘

જ્યારે મધ્ય-પૂર્વ અને આફ્રિકા સુધી ગુજરાતનો ડંકો વાગ્યો

16મી સદી મોટાભાગે પોર્ટુગીઝ શાસનનો સમયગાળો હતો જ્યારે ભારતીય જળસીમામાં તેનો વ્યવસાયિક અધિપત્ય હતું. તેમ છતાં આ સમયગાળામાં ગુજરાતના અર્થતંત્રને ચાર ચાંદ લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન ગુજરાતનો મધ્ય-પૂર્વ અને યુરોપ સહિતના દેશો સાથેના વ્યાપારમાં વધારો થયો હતો.

આ સમયગાળા દરમિયાન ગુજરાતના તેજાના, હાથબનાવટની વસ્તુઓ, કળાકૃત્તિઓની વિદેશમાં ખૂબ માંગ નીકળી હતી. ગુજરાતના મોટાભાગના જહાજો ખંભાતના અખાત થકી દરિયાઈ માર્ગે યુરોપ અને મધ્ય-પૂર્વ સહિત છેક આફ્રિકાના દેશો સુધી સ્થાનિક પેદાશોની નિકાસ કરવા હંકારતા હતા.

- ગુજરાતનો વેપાર મધ્ય-પૂર્વ અને આફ્રિકન દેશો સાથે વિકસ્યો હતો
- ગુજરાતના ખંભાત, ભરૂચ સહિતના બંદરો મુખ્ય વ્યાપારી કેન્દ્ર હતા
- વહાણો ભરીને સોનુ અને હાથીદાંત વગેરે ગુજરાત પણ આવતા હતા

હાલના સમયે ઝાંઝિબાર, પેમ્બા, કિલવા વગેરે સાથે આફ્રિકાના દેશોમાં વસવાટ કરનારા ગુજરાતીઓ એ બાબતને સમર્થન આપે છે તે 16મી સદીમાં આ દેશો સાથેના વ્યાપારીસંબંધોને કારણે તેઓ અહીં સ્થાયી થયા છે.

નોંધનીય છે કે ઇતિહાસની નોંધ અનુસાર કાનજી માલમ નામના ગુજરાતી ખલાસીએ વાસ્કો-દા-ગામાને (સમયગાળો 1497-98) દરમિયાન ઇસ્ટ આફ્રિકાના બંદર મલાન્ડીથી ભારતના કાલિકટ બંદર સુધીનો દરિયાઈ માર્ગ દર્શાવવામાં સહાયતા કરી હતી. આ સમયે કાલિકટ બંદર એ આરબ, હિન્દુ અને ચાઇનીઝ વેપારીઓ માટે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું.

આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્તરે જહાજ બાંધવાનો વ્યવસાય પણ ફૂલ્યોફાલ્યો હતો. 15મી સદીમાં ભારતની મુલાકાત લેનારા અબ્દુર રઝાક, નિકોલો કોન્ટી સહિતના વિદેશી પ્રવાસીઓએ પણ ગુજરાતની સમૃદ્ધિ તથા ગુજરાતીઓની વેપારવૃતિ, કૌશલ્ય વગેરેના પણ વખાણ કરીને પોતાની નોંધમાં તેનો ઉલ્લેખ કર્યો હોવાનું જોવા મળે છે.

ઇસ્ટ આફ્રિકા, રાતા સમુદ્ર તથા પર્શિયલ ગલ્ફથી ગુજરાત આવનારા વેપારી જહાજો સોનું, હાથીદાંત, અન્ય મૂલ્યલાન ધાતુ વગેરે જેવા માલથી લદાયેલા રહેતા હતા. આ ઉપરાંત શ્રીલંકા સાથે પણ કપાસ, વસ્ત્રો વગેરેનો વેપાર ચાલતો હતો.

ગુજરાતના સત્તાધિશોએ પણ જે તે સમયે આ બાબતને ધ્યાને લઇને ગુજરાતમાં સ્થાનિક સ્તરે વેપાર કળા કૌશલ્ય વિકસે તે માટે ધ્યાન આપ્યું હતું. ગુજરાતની નિકાસમાં વધારો થાય તે માટે કુશળ કારીગરોને તૈયાર કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ પણ સિકંદર માન્ઝુ દ્વારા 1612માં સંકલિત મિરાત-એ-સિકંદરમાં વાંચવા મળે છે.

આ ઉપરાંત ખંભાત તથા ભરૂચ બંદરેથી અકિકના મૂલ્યવાન પથ્થર તથા તેનાથી બનાવવામાં આવેલા ઘરેણાં પણ વિપુલ પ્રમાણમાં નિકાસ કરવામાં આવતા હતા.

"દીકરી"

કાલ ની "દીકરી" આજ વહુ થઇ ગઇ, કાલે જલશા કરતી હવે સાસરીયા મા સેવા કરતી થઇ ગઇ કાલ જીન્સ પહેરતી આજે સાડી પહેરતી થઇ ગઇ માવતર મા વેહતી ચંચલ નદી સાસરીયે ધીર ગંભીર થઇ ગઇ રોજ છુટ થી પૈસા વાપરતી આજ શાકભાજી ના ભાવતાલ કરતી થઇ ગઇ કાલે સ્કુટી ફુલ સ્પીડે ચલાવતી એ આજે બાઇક મા પાછડ બેસતી થઇ ગઇ ગઇ કાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજે ૩ ટાઇમ જમવાનુ બનાવતી થઇ ગઇ હંમેશા પોતાનુ ધાર્યુ કરતી આજ પતી નુ ધાર્યુ કરતી થઇ ગઇ માં પાસે કામ કરાવતી આજે સાસુ નુ કામ કરતી થઇ ગઇ બહેન સાથે લડતી ઝગડતી આજે નનંદ નુ ક્હયુ કરતી થઇ ગઇ ભાભી ની મજાક કરતી આજ જેઠાણી ને આદર આપતી થઇ ગઇ પિતા ના આંખ નુ પાણી આજ સસરા ના ગ્લાસ નુ પાણી થઇ ગઇ છતા પણ પિતા કહે છે વાહ મારી આંખ નુ રતન મારી " દીકરી " સાસરીયે જઇ સુખી થઇ ગઇ

કંઇક આવો સંબંધ હોય છે પતિ - પત્નીનો...

શ્રી રામને વનવાસ જાવાનું હતું. તેઓ ચાહતા કે સીતાજી,માં કૌશલ્યાની જોડે રોકાઇ જાય.પણ સીતાજી રામની સાથે જાવા માંગતી હતી.

કૌશલ્યાજી પણ મન હતું કે સીતાજી એમની પાસે જ રોકાઇ જાય.સાસુ, વહુ, છોકરો આમ ત્રણેયનો ત્રિકોણ રચાઇ ગયો.

દુનિયામાં આ સંબંધોએ ઘણાના ઘર બનાવ્યા અને તોડાવ્યા.પરંતુ રામની ધીરજ, સીતાની સમજ અને કૌશલ્યાજીની સમજે રઘુવંશનો

ઇતિહાસ બદલી નાખ્યો. આપણા આ અવતારોની આ ઘટના આપણને જીવનમાં નાની -નાની બાબતો વિશે મોટા સંદેશા આપે છે.

આપણા પરિવારોમાં સાસુ - વહુ, પતિ - પત્નીના સંબંધોમાં જે વિચ્છેદ લાવે છે એ મોટો મનોવૈજ્ઞાનિક સંકેત છે

જયારે કોઇ પરિવાર કોઇની પર નિર્ભર રહે છે તો તે કુંટુંબના સભ્યને લાગે છે કે અમે તેની જરૂરિયાત પુરી કરીએ છીએ.મા- બાપ

છોકરાઓને મોટા કરે છે તો એ એટલે પ્રસન્ન રહે છે કે છોકરાઓ તેમની પર નિર્ભર રહે. જેમ જ છોકરાઓ મોટા થઇ જાય તો એ પોતાના

કામ જાતે કરવા લાગે છે. એમના પોતાના સંસારમાં ઓતપ્રોત થઇ જાય છે, હવે તેઓ માતા -પિતા પર નિર્ભર નથી રહેતા. ત્યાં એક

મનોવૈજ્ઞાનિક અંદરનો વિરોધ થાવા લાગે છે.

સાસુ - વહુના ઝઘડાનું કારણ એ પણ છે કે સાસુ વિચારે છે કે આ મારો છોકરો જે હંમેશા મારા પર નિર્ભર છે, મને એને બુધ્ધિમાન

બનાવતા 25 વર્ષ લાગ્યા એ આજે નવી વહુના ચક્કરમાં પાંચ મિનિટમાં બુધ્ધુ બની ગયો. જે છોકરો હંમેશા મારા પર નિર્ભર હતો એ

આજે આની પર નિર્ભર થઇ ગયો.આજ પરિસ્થિતિ પતિ - પત્નીમાં હોય છે. દામ્પત્યનો આધાર પ્રેમ હોવો જોઇએ.

આપણે પહેલા વાત કરી ચુક્યા છે તેમ જે પરિવારના કેન્દ્રમાં પ્રેમ હશે તે પરિવાર નિરઅભિમાની હોય છે.જેમાં નાન-મોટા એમ નથી હોતુ અને વિરોધની દરેક સંભાવના સમાપ્ત થઇ જાય છે.