Monday, 9 December 2013

કોણ છે હિન્દુ ? હિન્દુત્વનો અર્થ શું છે ? ભાગ ૧

‘ સિંધૂ નદીના ઉદ્ગમ સ્થાનથી લઇને હિંદમહાસાગર સુધીની ભારત ભૂમિ જેની માતૃભૂમિ તથા પવિત્ર ભૂમિ છે તે હિન્દુ કહેવાય છે અને તેનો ધર્મ છે હિન્દુત્વ.’ વાસ્તવમાં હિંદુ શબ્દ ભૌગોલિક (દેશ સંબંધિત) છે. મુસલમાનોને આ શબ્દ ફારસ અથવા ઈરાનમાં મળ્યો હતો. ફારસી શબ્દ-કોષોમાં હિંદ અને તેમાંથી ઉત્પન્ન થયેલા અનેક શબ્દો મળી આવે છે. જેમ કે હિંદુ, હિંદી, હિન્દુવી, હિંદુવાણી(કે હિંદુવાની), હિંદુકુશ વગેરે. આ શબ્દોના અસ્તિત્વ પરથી સ્પષ્ટ થાય છે કે હિંદ શબ્દ મૂળરુપે ફારસી છે અને તેનો અર્થ ‘ભારતવર્ષ’ છે. ફારસી વ્યાકરણ અનુસાર સંસ્કૃતનો ‘સ’ અક્ષર ‘હ’માં પરિવર્તિત થઇ જાય છે. આ જ કારણે ‘સિંધૂ’ (સિંધૂ નદી) શબ્દ ‘હિંદૂ’ થઇ ગયો. પહેલા હિન્દમાં રહેનારા લોકો હિન્દૂ કહેવાતા. ધીમે-ધીમે સમગ્ર ભારત માટે તેનો પ્રયોગ થવા લાગ્યો. આ પ્રકારે વ્યાપક રુપમાં ભારતમાં રહેતા લોકોનો ધર્મ હિન્દુ કહેવાવા લાગ્યો. હિન્દુ અને હિન્દુત્વની એક નવી પરિભાષા લોકમાન્ય તિલકે પ્રસ્તુત કરી હતી. જે આ પ્રમાણે છે: ‘સિંધૂ નદીના ઉદ્ગમ સ્થાનથી લઇને હિંદમહાસાગર સુધીની ભારત ભૂમિ જેની માતૃભૂમિ તથા પવિત્ર ભૂમિ છે તે હિન્દુ કહેવાય છે અને તેનો ધર્મ છે હિન્દુત્વ.’ વિશ્વવિખ્યાત મહાત્મા શ્રી વિનોબાજી ભાવેએ હિન્દુ પરિભાષા અને લક્ષણો આ પ્રકારે જણાવ્યા છે: જે વર્ણો અને આશ્રમોની વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે, ગૌ-સેવક, ધાર્મિક ગ્રંથને માતાની જેમ પૂજ્ય માને છે તથા તમામ ધર્મોનો આદર કરે છે, દેવમૂર્તિની જે અવગણના નથી કરતો, પુનર્જન્મમાં માને છે અને તેમાંથી મુક્ત થવાની ચેષ્ટા કરે છે તથા જે હંમેશા બધા જીવોને અનુકૂળ વ્યવહાર કરી તેમને અપનાવે છે, તેને જ હિન્દુ માનવામાં આવ્યો છે. હિંસાને લીધે તેનું મન દુખી થાય છે. માટે તેને હિન્દુ કહેવામાં આવે છે
હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા કેવી રીતે? 33 કોટિને જે મૂળ રીતે 33 પ્રકારના દેવી-દેવતા છે, તેમને 33 કરોડ ગણવામાં આવ્યા છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે હિન્દુઓના 33 કરોડ દેવી-દેવતા છે. આટલા દેવી-દેવતા કેવી રીતે? ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠે છે. શાસ્ત્રો અનુસાર દેવતાઓની સંખ્યા 33 કોટિ જણાવવામાં આવી છે. આ જ 33 કોટિઓની ગણના 33 કરોડ દેવી-દેવાતાના રુપમાં કરવામાં આવે છે. આ 33 કોટિઓમાં આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ દેવતાઓને 33 કરોડ દેવી-દેવતા માનવામાં આવ્યા છે. કેટલાક વિદ્વાનોએ અંતિમ બે દેવતાઓમાં ઇન્દ્ર અને પ્રજાતપિની જગ્યાએ અશ્વિનીકુમારોને માન્યતા આપી છે. શ્રીમદ્ ભાગવતમાં પણ અશ્વિનીકુમારોને જ અંતિમ બે દેવતા માનવામાં આવ્યા છે. આ રીતે હિન્દુ દેવી-દેવતાઓમાં 33 કરોડ નહીં માત્ર 33 જ પ્રમુખ દેવતા છે. કોટિ શબ્દના બે અર્થ છે, પહેલો કરોડ અને બીજો પ્રકાર. આ રીતે 33 કોટિને જે મૂળ રીતે 33 પ્રકારના દેવી-દેવતા છે, તેમને 33 કરોડ ગણવામાં આવ્યા છે.
હિંદુ સંસ્કૃતિનું સંક્ષિપ્ત રૂપ sudhil sharma હિંદુ ધર્મની દ્રષ્ટિમાં ધર્મ, સંસ્કૃતિ, જીવન ત્રણેયનો વિસ્તાર સમાન છે. ત્રણેય એકબીજામાં સમાહિત છે. હિંદુ સંસ્કૃતિ સમન્વય પ્રધાન છે. માટે વસુધૈવ કુટુમ્બકમને હિંદુ સંસ્કૃતિનો મૂળ ભાવ માનવામાં આવ્યો છે. વિશ્વની સાથે સમભાવ પ્રાપ્ત કરવાની પદ્ધતિ સમન્વય છે. વિશ્વના અન્ય પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિઓ આજે લુપ્ત થઈ ચૂકી છે. પરંતુ હિંદુ ધર્મ પોતાની સહિષ્ણુતાના પ્રાણવાયુથી આજ સુધી જીવિત છે. વિવિધતામાં એકતાની પહેચાન હિંદુ સંસ્કૃતિનો પ્રયત્ન રહ્યો છે. જડ અને ચેતનનું અપેક્ષિત મુલ્યાંકન હિંદુ ધર્મ અને સંસ્કૃતિની વિશેષતા છે. ભૌતિક જીવનની નશ્વરતા સાંસારિક સુખ-ભોગ ક્ષણિક અને નશ્વર છે તથા તે ત્યાગવા યોગ્ય છે. આ દ્રઢ માન્યતા હિંદુ ધર્મની વિશિષ્ટ ઓળખ છે. લોક અને પરલોકમાં સમન્વય પ્રાપ્ત કરવાની પ્રવૃતિ હિંદુ ધર્મની મૂળ ભાવના છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં સાહિત્ય, કળા, સૌદર્ય અને સંયમિત જીવન જેવા વરદાનોને પ્રતિષ્ઠિત સ્થાન આપવામાં આવ્યું છે. ઘર્મ અને જીવનનો મેળ હિંદુ સંસ્કૃતિના આગ્રહનો વિષય છે. આધ્યાત્મની સાધના, ત્યાગ અને સચ્ચરિત્રતા હિંદુ સંસ્કૃતિના આગ્રહનો વિષય છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં કર્મ પર વિશેષ જોર આપવામાં આવ્યું છે. ગીતામાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે સુંદર અને ઉત્તમ ઉપદેશ આપ્યો છે. જેને માનવો દરેક હિંદુ ધર્મીનું કર્તવ્ય છે. આધ્યાત્મિક જીવન હિંદુ ધર્મ અને સંસ્કૃતિ લૌકિક વિજયથી એટલી તૃપ્ત થતી નથી કે જેટલી આધ્યાત્મિકતાથી પ્રફુલ્લિત, તૃપ્ત અને સંતુષ્ટ થાય છે. સાંસારિક વિજય અને ઉપલબ્ધિની અંદર લોભ, સ્વાર્થ છુપાયેલા હોય છે. જ્યારે આધ્યાત્મિકતા માત્ર ધર્મ અને આત્મ જ્ઞાન પર આધારિત છે. હિંદુ ધર્મમાં નિહિત ઉપાસના, સાધના અને સંસ્કાર મનુષ્યને જન્મથી લઈને મૃત્યુ સુધી આધ્યાત્મિક જીવન માટે તૈયાર કરે છે. હિંદુ ધર્મ પરોપકાર, ત્યાગ, સંયમ, ક્ષમા, દયા, કરુણા, અહિંસા, સત્ય, પ્રેમ, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, સેવા, નિ:સ્વાર્થતા વગેરે સદગુણોની સંયુક્ત મૂર્તિ છે. જેમનામાં ઉપરોક્ત તમામ ગુણો છે, તે જ સાચ્ચો હિંદુ કહેવડાવાને લાયક છે. - માહીતી નેટ પરથી -

No comments:

Post a Comment