Monday, 9 December 2013

કોણ છે હિન્દુ ? હિન્દુત્વનો અર્થ શું છે ? ભાગ ૨

હિંદુ ધર્મનો વિશ્વ વિખ્યાત મહાન ગ્રંથ ગીતા
માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ દ્વારા વિશ્વને અપાયેલો અનુપમ ઉપહાર એટલે ગીતા. સમગ્ર વિશ્વમાં ગીતા નામના ગ્રંથને નિર્વિવાદ રૂપે સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે. એકમાત્ર ગીતામાં જ સમસ્ત ધર્મો અને માનવજીવનનો સાર સમાયેલો છે. આટલા નાના આકારમાં આટલું વિશાળ, વ્યાપક અને ગંભીર શાશ્વત જ્ઞાન પ્રદાન કરનાર અન્ય કોઈ ગ્રંથ નથી. ગીતામાં સંપૂર્ણ ધર્મો અને સંપૂર્ણ ગ્રંથોનો નિચોડ સમાયેલો છે. ગીતા સાથે તુલના કરવામાં આવે, તો તેની સામે સમસ્ત સંસારનું જ્ઞાન તુચ્છ છે. ગીતામાં જીવન પ્રબંધનગીતા એક ઉચ્ચકોટિનું દર્શનશાસ્ત્ર છે. માનવજીવનના સર્વોત્તમ સદઉપયોગ દર્શાવનાર ગીતા જેવા અન્ય ગ્રંથો વિશ્વભરમાં ઉપલબ્ધ નથી. માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે. ચાહે કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયને માનનારો વ્યક્તિ હોય, તેણે જીવનમાં એક વખત ગીતાનું પૂર્ણ મનોયોગથી અધ્યયન કરવું જોઈએ. ગીતામાં નિશ્વિતરૂપથી માનવજીવનની સમસ્ત સમસ્યાઓનું અંતિમ અને સ્થાયી સમાધાન નિહિત છે.
હિંદુ ધર્મના આધાર ગ્રંથ વેદ:---- હિંદુ ધર્મના પ્રામાણિક અને મૂળ ધર્મ ગ્રંથ વેદ છે. વેદનો અર્થ છે જ્ઞાન અથવા વિવેક. વેદ માનવ રચિત નથી, પરંતુ તે ઈશ્વર દ્વારા સુપાત્ર, યોગ્ય ઋષિ-મુનિઓને નિ:શબ્દ વાણીમાં પ્રદાન કરાયેલી અનુભૂતિઓનો લિપિબદ્ધ સંગ્રહ છે. વેદોની સંખ્યા ચાર છે. જેના નામ આ પ્રકારે છે - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ તમામમાં ઋગ્વેદ સૌથી વધારે પ્રાચીન છે. ઋગ્વેદ સર્વકલ્યાણકારી પ્રાર્થનાઓનો સંગ્રહ છે. યજુર્વેદમાં યજ્ઞના વિધાનો અને કર્મકાંડનું વિવર છે. સામવેદમાં ઋગ્વેદની પસંદ કરાયેલી ઋચાઓને સંગીતબદ્ધ કરાઈ છે. જેનો વિશેષ યજ્ઞ પ્રસંગે સસ્વર સંગીતમય પાઠ કરવામાં આવે છે. સામવેદ વિભિન્ન રાગ-રાગિણીઓનું ઉદગમ છે. અથર્વવેદ નીતિ સંબંધી સિદ્ધાંતોનું સંકલન છે. તેમાં આયુર્વેદ, વિજ્ઞાન, સ્વાસ્થ્ય, આયુ અને વૃદ્ધિ સંબંધી તથ્યોનું વિસ્તૃત વિવરણ છે.
હિન્દુ ધર્મમાં અવતારની પરંપરા હિન્દુ ધર્મમાં ઇશ્વર પૃથ્વી પર અવતર્યા હોવાની માન્યતા છે. ધરતી પર અધર્મ, અત્યાચાર તેમજ અવ્યવસ્થામાં વધારો થતાં જ ઇશ્વર મનુષ્ય રુપમાં અવતાર લે છે તેવું આ ધર્મમાં માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પરમાત્માના દસ અવતારો ગણાવવામાં આવ્યા છે, જે કંઇક આ પ્રમાણે છે : 1. મત્સ્ય અવતાર 2. કૂર્મ અવતાર 3. વારાહ અવતાર 4. નરસિંહ અવતાર 5 વામન અવતાર 6. પરશુરામ અવતાર 7. રામ અવતાર 8. કૃષ્ણ અવતાર 9. બુદ્ધ અવતાર 10 કલ્કિ અવતાર વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ અને શિવના ઉપાસક શૈવ કહેવાય છે. કેટલાક લોક શિવ, વિષ્ણ, સૂર્ય, ગણપતિ અને અંબિકાની સંયુક્ત રીતે પંચદેવ સ્વરુપમાં ઉપાસના કરે છે. તો વળી કેટલાક લોક કોઇ પણ વિશિષ્ટ સંપ્રદાયની દીક્ષા ન લઇને માત્ર મનમાં જ ધર્મનું પાલન કરે છે. આ સિવાય પણ હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય ,માધવાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે ધર્માચાર્યોએ અદ્વૈવ, વિશિષ્ટતા દ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત જેવા અનેક સંપ્રદાયો ચલાવ્યા. આમાંથી જેને જે સંપ્રદાય પસંદ છે તે પ્રમાણે તે તેની ઉપાસના કરે છે.
હિન્દુ ધર્મની શીખ 1 ઇશ્વર એક છે, સર્વ શક્તિમાન છે અને સર્વસમર્થ છે. 2 એક જ ઇશ્વરને સંસારમાં અલગ-અલગ નામોથી બોલાવવામાં આવે છે. વ્યક્તિ ઇશ્વરને ભગવાન, અલ્લાહ, પરમાત્મા, વાહે ગુરુ જેવા જુદા-જુદા નામોથી સંબોધન કરે છે. 3 સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા, પરોપકાર, ત્યાગ, સાદગી જેવા ઉત્તમ માનવીય આદર્શોને જીવનમાં ઉતારવા એ હિંદુ ધર્મની ઓળખ છે. 4 દરેક મનુષ્ય તેમજ અન્ય જીવોમાં પણ પોતાનું રુપ જોવું તેમજ પ્રેમ અને ભાઇચારા સાથે જીવન જીવવું એ જ મનુષ્યનો ધર્મ છે. 5 સંસારના સુખ-વૈભવ તેમજ ભોગ વિલાસ નષ્ટ થવાના છે તેમ માનીને તેમાં મન ન પરોવવું. 6 આત્માને જ પોતાનું વાસ્તવિક સ્વરુપ ગણી શારીરિક સુખ કે ભોગવિલાસમાં જીવનને વ્યર્થ ન બનાવવું. 7 અન્યોમાં દોષ ન જોતાં પોતાના દુર્ગુણોને શોધવા તેમજ દૂર કરવા. 8 આત્મા જ મનુષ્યનું વાસ્તવિક સ્વરુપ છે, આત્મા અમર છે. મૃત્યુ સમયે માત્ર શરીર બદલાય છે, આત્મા અમર તેમજ અવિનાશી છે. 9 સેવા, પરોપકાર તેમજ સદ્કર્મો દ્વારા માનવ જીવનના અંતિમ લક્ષ્યો જેવા કે પૂર્ણતા, મોક્ષ, નિર્વાણ, આત્મજ્ઞાનને પામવામાં આવે છે. 10 પૂર્ણતા, પવિત્રતા, નૈતિકતા તેમજ સાદગીપૂર્ણ જીવન જીવી જીવનના અંતિમ લક્ષ્ય માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. 11 પોતાના અંગત લાભ કે સ્વાર્થને ભૂલી પરોપકાર તેમજ વિશ્વ કલ્યાણ માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. 12 ગાય, ગંગા, ગીતા, ગાયત્રી, વેદ અને રામાયણ અત્યંત પવિત્ર છે તેમજ દરેક હિંદુ માટે પૂજ્ય છે. 13 માતા-પિતા, ગુરુ, વિદ્વાનો, વડીલો, સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો તેમજ આચાર્યોની સેવા અને સન્માન કરવું તે દરેક હિંદુનું કર્તવ્ય છે. 14 વ્રત, ઉપવાસ, તપ, ત્યાગ, પ્રેમ, યોગ વગેરેના માધ્યમ દ્વારા શારીરિક તેમજ માનસિક પવિત્રતા પ્રાપ્ત કરવી જોઇએ. 15 સાંસારિક જીવન અસ્થાયી છે. શરીરનું મૃત્યુ નિશ્વિત છે. માટે આત્મા તેમજ આત્મજ્ઞાનની શોધ દરેક મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે

કોણ છે હિન્દુ ? હિન્દુત્વનો અર્થ શું છે ? ભાગ ૧

‘ સિંધૂ નદીના ઉદ્ગમ સ્થાનથી લઇને હિંદમહાસાગર સુધીની ભારત ભૂમિ જેની માતૃભૂમિ તથા પવિત્ર ભૂમિ છે તે હિન્દુ કહેવાય છે અને તેનો ધર્મ છે હિન્દુત્વ.’ વાસ્તવમાં હિંદુ શબ્દ ભૌગોલિક (દેશ સંબંધિત) છે. મુસલમાનોને આ શબ્દ ફારસ અથવા ઈરાનમાં મળ્યો હતો. ફારસી શબ્દ-કોષોમાં હિંદ અને તેમાંથી ઉત્પન્ન થયેલા અનેક શબ્દો મળી આવે છે. જેમ કે હિંદુ, હિંદી, હિન્દુવી, હિંદુવાણી(કે હિંદુવાની), હિંદુકુશ વગેરે. આ શબ્દોના અસ્તિત્વ પરથી સ્પષ્ટ થાય છે કે હિંદ શબ્દ મૂળરુપે ફારસી છે અને તેનો અર્થ ‘ભારતવર્ષ’ છે. ફારસી વ્યાકરણ અનુસાર સંસ્કૃતનો ‘સ’ અક્ષર ‘હ’માં પરિવર્તિત થઇ જાય છે. આ જ કારણે ‘સિંધૂ’ (સિંધૂ નદી) શબ્દ ‘હિંદૂ’ થઇ ગયો. પહેલા હિન્દમાં રહેનારા લોકો હિન્દૂ કહેવાતા. ધીમે-ધીમે સમગ્ર ભારત માટે તેનો પ્રયોગ થવા લાગ્યો. આ પ્રકારે વ્યાપક રુપમાં ભારતમાં રહેતા લોકોનો ધર્મ હિન્દુ કહેવાવા લાગ્યો. હિન્દુ અને હિન્દુત્વની એક નવી પરિભાષા લોકમાન્ય તિલકે પ્રસ્તુત કરી હતી. જે આ પ્રમાણે છે: ‘સિંધૂ નદીના ઉદ્ગમ સ્થાનથી લઇને હિંદમહાસાગર સુધીની ભારત ભૂમિ જેની માતૃભૂમિ તથા પવિત્ર ભૂમિ છે તે હિન્દુ કહેવાય છે અને તેનો ધર્મ છે હિન્દુત્વ.’ વિશ્વવિખ્યાત મહાત્મા શ્રી વિનોબાજી ભાવેએ હિન્દુ પરિભાષા અને લક્ષણો આ પ્રકારે જણાવ્યા છે: જે વર્ણો અને આશ્રમોની વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે, ગૌ-સેવક, ધાર્મિક ગ્રંથને માતાની જેમ પૂજ્ય માને છે તથા તમામ ધર્મોનો આદર કરે છે, દેવમૂર્તિની જે અવગણના નથી કરતો, પુનર્જન્મમાં માને છે અને તેમાંથી મુક્ત થવાની ચેષ્ટા કરે છે તથા જે હંમેશા બધા જીવોને અનુકૂળ વ્યવહાર કરી તેમને અપનાવે છે, તેને જ હિન્દુ માનવામાં આવ્યો છે. હિંસાને લીધે તેનું મન દુખી થાય છે. માટે તેને હિન્દુ કહેવામાં આવે છે
હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા કેવી રીતે? 33 કોટિને જે મૂળ રીતે 33 પ્રકારના દેવી-દેવતા છે, તેમને 33 કરોડ ગણવામાં આવ્યા છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે હિન્દુઓના 33 કરોડ દેવી-દેવતા છે. આટલા દેવી-દેવતા કેવી રીતે? ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠે છે. શાસ્ત્રો અનુસાર દેવતાઓની સંખ્યા 33 કોટિ જણાવવામાં આવી છે. આ જ 33 કોટિઓની ગણના 33 કરોડ દેવી-દેવાતાના રુપમાં કરવામાં આવે છે. આ 33 કોટિઓમાં આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ દેવતાઓને 33 કરોડ દેવી-દેવતા માનવામાં આવ્યા છે. કેટલાક વિદ્વાનોએ અંતિમ બે દેવતાઓમાં ઇન્દ્ર અને પ્રજાતપિની જગ્યાએ અશ્વિનીકુમારોને માન્યતા આપી છે. શ્રીમદ્ ભાગવતમાં પણ અશ્વિનીકુમારોને જ અંતિમ બે દેવતા માનવામાં આવ્યા છે. આ રીતે હિન્દુ દેવી-દેવતાઓમાં 33 કરોડ નહીં માત્ર 33 જ પ્રમુખ દેવતા છે. કોટિ શબ્દના બે અર્થ છે, પહેલો કરોડ અને બીજો પ્રકાર. આ રીતે 33 કોટિને જે મૂળ રીતે 33 પ્રકારના દેવી-દેવતા છે, તેમને 33 કરોડ ગણવામાં આવ્યા છે.
હિંદુ સંસ્કૃતિનું સંક્ષિપ્ત રૂપ sudhil sharma હિંદુ ધર્મની દ્રષ્ટિમાં ધર્મ, સંસ્કૃતિ, જીવન ત્રણેયનો વિસ્તાર સમાન છે. ત્રણેય એકબીજામાં સમાહિત છે. હિંદુ સંસ્કૃતિ સમન્વય પ્રધાન છે. માટે વસુધૈવ કુટુમ્બકમને હિંદુ સંસ્કૃતિનો મૂળ ભાવ માનવામાં આવ્યો છે. વિશ્વની સાથે સમભાવ પ્રાપ્ત કરવાની પદ્ધતિ સમન્વય છે. વિશ્વના અન્ય પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિઓ આજે લુપ્ત થઈ ચૂકી છે. પરંતુ હિંદુ ધર્મ પોતાની સહિષ્ણુતાના પ્રાણવાયુથી આજ સુધી જીવિત છે. વિવિધતામાં એકતાની પહેચાન હિંદુ સંસ્કૃતિનો પ્રયત્ન રહ્યો છે. જડ અને ચેતનનું અપેક્ષિત મુલ્યાંકન હિંદુ ધર્મ અને સંસ્કૃતિની વિશેષતા છે. ભૌતિક જીવનની નશ્વરતા સાંસારિક સુખ-ભોગ ક્ષણિક અને નશ્વર છે તથા તે ત્યાગવા યોગ્ય છે. આ દ્રઢ માન્યતા હિંદુ ધર્મની વિશિષ્ટ ઓળખ છે. લોક અને પરલોકમાં સમન્વય પ્રાપ્ત કરવાની પ્રવૃતિ હિંદુ ધર્મની મૂળ ભાવના છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં સાહિત્ય, કળા, સૌદર્ય અને સંયમિત જીવન જેવા વરદાનોને પ્રતિષ્ઠિત સ્થાન આપવામાં આવ્યું છે. ઘર્મ અને જીવનનો મેળ હિંદુ સંસ્કૃતિના આગ્રહનો વિષય છે. આધ્યાત્મની સાધના, ત્યાગ અને સચ્ચરિત્રતા હિંદુ સંસ્કૃતિના આગ્રહનો વિષય છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં કર્મ પર વિશેષ જોર આપવામાં આવ્યું છે. ગીતામાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે સુંદર અને ઉત્તમ ઉપદેશ આપ્યો છે. જેને માનવો દરેક હિંદુ ધર્મીનું કર્તવ્ય છે. આધ્યાત્મિક જીવન હિંદુ ધર્મ અને સંસ્કૃતિ લૌકિક વિજયથી એટલી તૃપ્ત થતી નથી કે જેટલી આધ્યાત્મિકતાથી પ્રફુલ્લિત, તૃપ્ત અને સંતુષ્ટ થાય છે. સાંસારિક વિજય અને ઉપલબ્ધિની અંદર લોભ, સ્વાર્થ છુપાયેલા હોય છે. જ્યારે આધ્યાત્મિકતા માત્ર ધર્મ અને આત્મ જ્ઞાન પર આધારિત છે. હિંદુ ધર્મમાં નિહિત ઉપાસના, સાધના અને સંસ્કાર મનુષ્યને જન્મથી લઈને મૃત્યુ સુધી આધ્યાત્મિક જીવન માટે તૈયાર કરે છે. હિંદુ ધર્મ પરોપકાર, ત્યાગ, સંયમ, ક્ષમા, દયા, કરુણા, અહિંસા, સત્ય, પ્રેમ, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, સેવા, નિ:સ્વાર્થતા વગેરે સદગુણોની સંયુક્ત મૂર્તિ છે. જેમનામાં ઉપરોક્ત તમામ ગુણો છે, તે જ સાચ્ચો હિંદુ કહેવડાવાને લાયક છે. - માહીતી નેટ પરથી -