Monday, 24 December 2012

જાણીલો અને માણીલો “આઈ ટી ફિલ્ડ ની રમુજી કેહવતો”

આભાર મૌનાંક શાહ (માઇંડહૅકર) http://www.facebook.com/groups/196525890475487/ જાણીલો અને માણીલો “આઈ ટી ફિલ્ડ ની રમુજી કેહવતો” => કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય). => પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે). => QA ને માથે કોડ (…ગાંડીને માથે બેડું). => પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા). => કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?). > એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી). => ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર => સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો). => પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે. (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.) => એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ) => ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા – જુ.કિ. દાદા) => ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે. (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે) => એન્ટિવાયરસ દેવો ભવ: (અતિથિ દેવો ભવ => આકરા બગને સૌ માને (આકરા દેવને સૌ માને)

Sunday, 23 December 2012

30 દિવસમાં તંદુરસ્તી 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.

* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે * તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે. * સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે. * થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે. * એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે. * ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો . * સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે. * પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે. * વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે. * ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે. * પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે. * સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે. * સમય ન વેડફો - મહામૂલી જણસ છે. * અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે. * દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે. * શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો. * વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી. * વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે. * ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે. * મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે. * ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે. * અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે. * સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે. * હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે. * તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે. * ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે. * રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે. દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.